દાહોદમાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ:કાળઝાળ કાળઝાળ ગરમી છતાં 65%થી વધુ મતદાન નોંધાયું. સવારથી મતદારોમાં ઉત્સાહ, બપોરે ગરમીથી ગતિ ધીમી; સાંજે ફરી તેજી — 

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ:કાળઝાળ કાળઝાળ ગરમી છતાં 65%થી વધુ મતદાન નોંધાયું.

સવારથી મતદારોમાં ઉત્સાહ, બપોરે ગરમીથી ગતિ ધીમી; સાંજે ફરી તેજી — 

હવે 28 એપ્રિલે મતગણતરી પર સૌની નજર.!

મતદાન અંગે જનજાગૃતિનો પ્રભાવ, લોકો સ્વયં બહુ મતદાન કરવા ઘરની બહાર નીકળ્યા..

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીનું મતદાન આજરોજ વહેલી સવારથી શરૂ થતાં મતદારોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. મતદારો વહેલી સવારે મતદાન કરવા લાઈનોમાં જાેવા મળ્યાં હતાં તો બીજી તરફ બપોર બાદ મતદાન પ્રક્રિયા ધીમી ગતિએ આગળ વધી હતી અને પુન: સાંજના સમયે મતદાન પ્રક્રિયામાં પુરજાેશમાં ચાલી હતી. દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી શાંતિપુર્ણ માહૌલમાં પોલીસ તંત્ર અને ચુંટણી તંત્રની સખ્ત દેખરેખ નજર હેઠળ ચાલી હતી.જેમાં સાંજના સુધીમાં 249 તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની 49 બેઠકો પર 65 થી 75 પ્રતિશત મતદાન નોંધાયું હતું. આજે દાહોદમા હીટવેવની આશંકા 43 થી 44 ડિગ્રીના તાપમાન રહેતા કાળજાળ ગરમીના પ્રકોપથી મતદાન ઉપર અસર પડી છે. આ સિવાય એસઆઈઆરમાં ઘણા બધાના નામ નીકળી જતા તેઓ મતદાન વિહોણા રહ્યા હતા.

દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં દાહોદ જિલ્લા પંચાયતની ૪૯ બેઠકો, તાલુકા પંચાયતની ૨૪૯ બેઠકો અને દાહોદ નગરપાલિકાની ૨૯ બેઠકો માટે આજરોજ મતદાન યોજાયું હતું. જિલ્લામાં તમામ બેઠકો પર વહેલી સવારથી મતદાન પ્રક્રિયાના આરંભથી મતદારોમાં મતદાન કરવા માટે અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. વહેલી સવારના ૭ વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજના ૬ વાગ્યે સંમ્પન્ન થનાર છે. મતદાન કરવા માટે ૧૮ વર્ષથી વધુ ઉંમરના નવા મતદારોથી લઈ મહિલાઓ, પુરૂષો, વયોવૃધ્ધ મતદારો લાંબી લાઈનોમાં મતદાન કરવા જાેડાયા હતાં.

લોકશાહીના આ પર્વમાં સૌ કોઈએ પોતાનો અમુલ્ય આપ્યો હતો. દાહોદ જિલ્લા પંચાયતમાં બપોરના એક વાગ્યા સુધીમાં ૪૮ ટકા મતદાન થયું હતું તો તાલુકા પંચાયતમાં પણ ૪૮ ટકા મતદાન નોંધાંયું હતું.

દાહોદ નગરપાલિકામાં બપોરના એક વાગ્યા સુધીમાં ૩૬.૦૩ ટકા મતદાન નોંધાંયું હતું. વહેલી સવારના સમયે શરૂ થયેલ મતદાન પ્રક્રિયા બપોરના બાર વાગ્યા સુધી લાંબી લાઈનો જાેવા મળી હતી ત્યારે બાદ ભરબપોરનો સમય હોઈ મતદાન મથકોમાં મતદારોની ચહલ પહલ ઓછી થઈ હતી

અને સાંજના ૪ વાગ્યા બાદ પુન: મતદાન પ્રક્રિયામાં મતદારોનો ઘરાસો જાેવા મળ્યો હતો. જિલ્લામાં મતદાન પ્રક્રિયા શાંતિપુર્ણ માહૌલમાં અને મતદાન સમયે કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લા પોલીસે તમામ મતદાન મથકોએ ચુસ્ત પોલીસ ગોઠવી દીધો હતો. જોકે સાંજના છ વાગ્યા સુધીના મળેલા આંકડા મુજબ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો પર 65% અંદાજિત મતદાન નોંધાયું છે જે કદાચ ફાઈનલ આંકડો આવ્યા બાદ વદી પણ શકે છે. આ સિવાય દાહોદ નગરપાલિકામાં પણ 65.07 ટકા મતદાન નોંધાયું છે. જે ફાઇનલ આંકડા આવ્યા બાદ વધી શકે છે. નોંધનીય બાબત છે કે મતદાર જનજાગૃતિ અને મારે મતદાન કરવા માટે રાજકીય પક્ષો તેમ જ વહીવટી તંત્ર દ્વારા કરેલ અપીલથી લોકો ભારે પ્રભાવિત થયા હતા

અને દર વખતની જેમ આ વખતે કોઈને મતદાન કરવા માટે બોલાવવા , અથવા રાજકીયપક્ષોના સમર્થકો દ્વારા લાવા લઈ જવા માટેની વ્યવસ્થા કરવાની જરૂર પડી નહોતી. લોકો સ્વયંભૂ કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદાન કરવા માટે બહાર નીકળ્યા હતા. હવે તમામ ઉમેદવારોના ભાવિ મત પેટીમાં સીલ થઈ ગયા છે. આગામી 28 તારીખે સવારના સાત વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. અને પ્રજાએ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તે સ્પષ્ટ થશે..

Share This Article