સ્થાનિક સ્વરાજ્યના લોકશાહી પર્વ–2026 દરમિયાન આરોગ્ય વિભાગની સતર્ક કામગીરી*  સ્થાનિક સ્વરાજ્યના લોકશાહી પર્વ–2026 અંતર્ગત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રોઝમ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સતર્ક અને પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*સ્થાનિક સ્વરાજ્યના લોકશાહી પર્વ–2026 દરમિયાન આરોગ્ય વિભાગની સતર્ક કામગીરી* 

સ્થાનિક સ્વરાજ્યના લોકશાહી પર્વ–2026 અંતર્ગત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રોઝમ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સતર્ક અને પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

દાહોદ તા. ૨૬

રોઝમ પ્રાથમિક શાળામાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી સોલંકી જયેન્દ્રસિંહ નટવરસિંહને અચાનક ચક્કર આવવા તેમજ ગભરામણ જેવી તકલીફ અનુભવાઈ હતી.

ઘટનાની જાણ થતાં જ જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તબીબી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ટીમ દ્વારા તેમની બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસની તપાસ કરવામાં આવી, જે સામાન્ય જોવા મળ્યું. પ્રાથમિક સારવારરૂપે તેમને જરૂરી દવા અને ORS આપવામાં આવ્યું અને આરામ કરવાની સલાહ આપવામાં આવી.

આ સમગ્ર ઘટનામાં આરોગ્ય વિભાગ દ્વારા સમયસર પ્રતિસાદ આપી યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી, જે માનવ સેવાના ઉત્તમ ઉદાહરણ તરીકે નોંધપાત્ર છે.

Share This Article