દાહોદમાં મતદાનના દિવસે ભાજપની મોટી કાર્યવાહી: પક્ષ વિરુદ્ધ કામ બદલ પૂર્વ મહામંત્રી સહિત બે કાર્યકર્તા ૫ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા.. વોર્ડ નં. 9માં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવાના આક્ષેપો વચ્ચે Bjp ની કાર્યવાહી..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં મતદાનના દિવસે ભાજપની મોટી કાર્યવાહી: પક્ષ વિરુદ્ધ કામ બદલ પૂર્વ મહામંત્રી સહિત બે કાર્યકર્તા ૫ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા..

વોર્ડ નં. 9માં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવાના આક્ષેપો વચ્ચે Bjp ની કાર્યવાહી..

પૂર્વ મહામંત્રી દિપેશ લાલપુરવાલા અને સોનલબેન લાલપુરવાલા સામે કડક પગલું, રાજકીય ક્ષેત્રે ખળભળાટ

દાહોદ તા.૨૬

દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પક્ષ વિરુદ્ધ કામ કરનાર બે કાર્યકર્તાઓને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરતા રાજકીયક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. નોંધનીય બાબત છે કે ભારતીય જનતા પાર્ટીમાં ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ નગરપાલિકાની ગત ટર્મમાં વોર્ડ નંબર 9 ના કાઉન્સિલર તેમજ પક્ષના નેતા તરીકે ચૂંટાયેલા ભાજપના અગ્રણી તેમજ તેની પત્નીને બરતરફ કરવામાં આવ્યા છે. ઉપરોક્ત ભાજપના બંને કાર્યકર્તાઓ દ્વારા તેમના પરિવારના સભ્ય દ્વારા અપક્ષમાં ઉમેદવારી કરતા તેઓની તરફેણમાં પ્રચાર કરતા હોવાનું ભાજપના મોવડીમંડળને ધ્યાનમાં આવતા ભાજપે કાર્યવાહીનો કાર્યવાહીનો શસ્ત્ર ઉગામ્યું છે.

 

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર, દાહોદ જીલ્લાની સ્થાનિક સ્વરાજયની ચુંટણી ૨૦૨૬માં દાહોદ નગરના વોર્ડ નં.૯ ભારતીય જનતા પાર્ટીના અધિકૃત મેન્ડેટના ઉમેદવારોની સામે ભાજપના સક્રિય કાર્યકર્તા દિપેશભાઈ રમેશચંદ્ર લાલપુરવાલા અને સોનલબેન દિપેશભાઈ લાલપુરવાલાનાઓ પોતાના પરિવારના સદસ્ય અશેષ લાલપુરવાલાએ અપક્ષ ઉમેદવારી કરેલ છે અને તેઓ પોતાના પરિવારના સદસ્યનો જાહેરમાં પ્રચાર કરતાં હોઈ અને પાર્ટીની શિસ્ત અને આદર્શોનું ઉલ્લંઘન કરતાં ઉપરોક્ત ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યઓને ભારતીય જનતા પાર્ટીની તમામ સદસ્યતા તથા તમામ હોદ્દાઓ ઉપરથી તાત્કાલિક અસરથી આગામી ૫ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

Share This Article