રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં Up- બિહારવાળી,લવ-એંગલ કે ગુન્હો.?
લીમખેડામાં હથિયારબદ્ધ ટોળાએ પરણિતાનું અપહરણ કર્યું.!
11 ઈસમો ધારીયા-તલવાર સાથે તૂટી પડ્યા, પતિને માર મારી પત્નીને ઉઠાવી લઈ ગયા; વિસ્તારમાં ભયનો માહોલ
દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાર ગામે 11 જેટલા ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયારો સાથે પરણીતાને પત્ની તરીકે રાખવા સારું અપહરણ કરવા આવ્યા હતા અને એકને માર મારી પણ તોડફોડ કરી હતી તેમજ પરણિતાનું પત્ની તરીકે રાખવા સારું અપહરણ લઈ નાસી જતાં પંથકમાં આ બનાવને પગલે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

દેવગઢ બારીયાના વડભેટ ગામે રહેતા લલીતભાઈ પોપટભાઈ બારીઆ તથા તેમની સાથેના 11 જેટલા ઈસમોએ ગત તારીખ 18મી એપ્રિલના રોજ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો જેવા કે ધારીયા, તલવાર સાથે લઈ ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ ધાનપુરના પીપેરો ગામે કાચલા ફળિયામાં ધસી આવ્યા હતા તેમજ મહેશભાઈ સામંતભાઈ ડામોર અને તેમની પત્ની સાથે લીમખેડાના બાર ગામે વચલા ફળીયામાંથી ફોર વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહ્યા હતા.તે સમયે ઉપરોક્ત ટોળું તેમની પાસે આવી ટોળાએ મહેશભાઈ સામંતભાઈ ડામોરને લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી,ગાડીની તોડફોડ કરી મહેશભાઈની પત્નીનું પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઈ નાસી જતા આ બનાવને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ સંબંધે મહેશભાઈ સામંતભાઈ ડામોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
