દાહોદ LCBએ એક વર્ષથી ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ LCBએ એક વર્ષથી ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા

દાહોદ તા. ૬

દાહોદ જિલ્લામાં છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં ફરાર રહેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)ને સફળતા મળી છે. ધાનપુર અને કટવારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર રહેલા આરોપીઓ અંગે પોલીસને લાંબા સમયથી શોધખોળ હતી.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિરસિંહ ગોડલાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગુપ્ત માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરતા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પકડાયેલા આરોપીઓમાં જયેશલાલ હિમતલાલ જતે (રહે. કોટલી ખાલસ, તા. ધાનપુર, જિ. દાહોદ) અને રોશનલાલ ગુલાબલાલ જતે (રહે. મેઘા, તાલુકો રાણાપુર, જિ. ઝાબુઆ, મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ સામે પ્રોહિબિશનના જુદા જુદા ગુનાઓ નોંધાયેલા હતા અને તેઓ લાંબા સમયથી નાસતા ફરતા હતા.

આ કામગીરી LCBના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

Share This Article