odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬* *દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬*

*દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ*

*એપ્રિલ–૨૦૨૬ની ચૂંટણીને લઈ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ : તમામ વિભાગોને સંકલિત કામગીરીના નિર્દેશ*

દાહોદ તા. ૨

આગામી સમયમાં યોજાનારી દાહોદ નગરપાલિકા તેમજ તાલુકા-જિલ્લા પંચાયતઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

આ સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ–૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુક્યો હતો.

બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને વ્યવસ્થાપન, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન અને ઈ-ડેશબોર્ડ, આઈ.ટી. કામગીરી, SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન અને એસએમએસ મોનીટરીંગ, પોલિંગ સ્ટાફ વેલ્ફેર, દિવ્યાંગ મતદારો માટેની સુવિધાઓ, સ્થળાંતરિત મતદારો માટેની વ્યવસ્થા, કસ્ટમાઈઝ્ડ કિટ, તાલીમ આયોજન, તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા,નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ સહિત ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ‌અધિકારીઓ સહિત જિલ્લા/તાલુકા પંચાયત તમામ તેમજ દાહોદ નગરપાલિકાના ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.

૦૦૦

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre