રાજેશ વસાવે :- દાહોદ
વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતને ઐતિહાસિક સફળતા મળી; કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ – ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ…
દાહોદ તા. ૨૯
‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ હેઠળ રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું
પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં 19 કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લવાયું; આ સફળતા પાછળ ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરાયો…
ગુજરાત વન વિભાગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે: વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
