વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નકકી કરાઇ*દાહોદની બેંકોનું રૂ. ૨૮૪૪.૩૪કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરાયો* *જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન-૨૦૨૬-૨૭ નું કરાયું વિમોચન*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નકકી કરાઇ*દાહોદની બેંકોનું રૂ. ૨૮૪૪.૩૪કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરાયો*

*જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન-૨૦૨૬-૨૭ નું કરાયું વિમોચન*

દાહોદ તા. ૨૫

બુધવાર – દાહોદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ વેળાએ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન-૨૦૨૬-૨૭ નું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે રામ નરેશ યાદવ બેન્ક ઓફ બરોડાના રીજનલ મેનેજર, રાહુલ બાગંર ડીડીએમ નાબાર્ડ, જીજ્ઞેશ પરમાર લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર દાહોદ, વિપુલ વ્યાસ ડેપ્યુટી જનરલ મેનેજર પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો. ઓ. બેન્ક, કિરન પટેલ મેનેજર આઈ. સી. આઇ. સી. આઇ. બેન્ક, વિજય પાલ મેનેજર ગુજરાત ગ્રામીણ બેન્ક, નિલેશ મેનેજર પંજાબ નેશનલ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર તથા જિલ્લા વહિવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાની લીડ બેન્ક, બેન્ક ઓફ બરોડા દ્વારા રૂ. ૨૮૪૪.૩૪ કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની રકમ નક્કી કરવામાં આવી છે. જિલ્લાની ૨૪ બેન્કો દ્વારા ક્રેડિટ પ્લાનમાં મુખ્યત્વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્ર જેમાં ખેતી માટે રૂ. ૧૯૪૫.૨૬ કરોડ, નાના ઉદ્યોગો માટે રૂ. ૬૫૦.૦૮ કરોડ તથા અન્ય પ્રાથમિક ક્ષેત્ર જેમાં હાઉસિંગ લોન રૂ. ૧૦૫ કરોડ, શિક્ષણ લોન માટે રૂ. ૬ કરોડનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.

રાષ્ટ્રીયકૃત બેન્કો ને રૂ. ૧૨૧૧.૧૮ કરોડ નો લક્ષ્યાંક આપ્યો છે. જેમા બેન્ક ઓફ બરોડાને રૂ. ૬૪૦.૩૬ કરોડ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને રૂ. ૩૦૭.૧૪ કરોડ, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકને રૂ. ૨૬૬.૩૪ કરોડ, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ને રૂ. ૩૪૧.૭૦ કરોડ તેમજ તમામ ખાનગી બેન્કોને રૂ. ૧૦૨૫.૧૨ કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે. દાહોદ તાલુકાને રૂ. ૧૦૯૩.૮૩ કરોડ, દેવગઢબારિયા તાલુકાને રૂ. ૪૧૩.૯૨ કરોડ, ધાનપુર તાલુકાને રૂ. ૬૨.૪૪ કરોડ, ફતેપુરા તાલુકાને રૂ. ૧૩૭.૧૮ કરોડ, ગરબાડા તાલુકાને રૂ. ૧૪૬.૯૮ કરોડ, ઝાલોદ તાલુકાને રૂ. ૨૫૧.૫૩ કરોડ, લીમખેડા તાલુકાને રૂ. ૨૭૫.૬૦ કરોડ, સંજેલી તાલુકાને રૂ. ૧૨૦.૦૨ કરોડ, સિંગવડ તાલુકાને રૂ. ૯૫.૮૪ કરોડ, ગોવિદ ગુરુ લીમડી તાલુકાને રૂ. ૧૮૮.૮૪ કરોડ તેમજ સુખસર તાલુકાને રૂ. ૫૮.૧૬ કરોડ નો લક્ષ્યાંક ફાળવેલ છે.

૦૦૦

Share This Article