*એન્ટી કરપ્શન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર દ્વારા સુખસર પોલીસ સ્ટેશનને દત્તક લેતા મુલાકાત લેવામાં આવી* *સુખસર પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી કામગીરીને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*એન્ટી કરપ્શન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર દ્વારા સુખસર પોલીસ સ્ટેશનને દત્તક લેતા મુલાકાત લેવામાં આવી*

*સુખસર પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી કામગીરીને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું*

 સુખસર,તા.11

એન્ટી કરપ્શન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર પ્રવીણભાઈ એલ.માલ દ્વારા સુખસર પોલીસ સ્ટેશનને દત્તક લેતા મુલાકાત લેવામાં આવી હતી.

 સુખસર પોલીસ સ્ટેશનની મુલાકાત દરમ્યાન ઝાલોદ ડિવિઝનના ડી.વાય.એસ.પી ડી.આર પટેલ તથા સુખસર પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.એસ.વરુ ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત દરમ્યાન એડિશનલ ડાયરેક્ટર પ્રવીણભાઈ માલ દ્વારા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ સાથે મુલાકાત યોજી તેમની કામગીરી અંગે માહિતી મેળવી અને વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા કરી હતી.સાથે જ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સ્ટાફને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે તેમણે પોલીસ સ્ટેશનમાં દસ્તાવેજી કામગીરી,જનતા સાથે વ્યવહાર અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અંગે સલાહ સૂચનાઓ આપી હતી.ઉપરાંત પોલીસ સ્ટેશનના પરિસરમાં સ્વચ્છતા જાળવવા તેમજ પાન-ગૂટખાની ગંદકી ન રહે તે બાબતે પણ ખાસ ધ્યાન આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

      મુલાકાત દરમ્યાન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પોલીસ કામગીરીને વધુ સુચારૂ બનાવવા માટે જરૂરી સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી.

Share This Article