રાજેશ વસાવે દાહોદ
આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો પરંપરાગત ભવ્ય ઢોલ મેળાનું દાહોદમાં આયોજન
દાહોદ તા.૨૮

આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય સાંસદ ઢોલ મેળો દાહોદ શહેરમાં દર વર્ષે હોય છે. આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઢોલ મેળામાં દાહોદ જિલ્લાની સાથે સાથે મધ્યપ્રદેશ સહિત આસપાસના વિસ્તારોમાંથી ઢોલ મેળામાં આવી લોકોએ ઢોલ મેળાનો આનંદ માણ્યો હતો. આ ઢોલ મેળાના અંતે વિશેષ અને સારૂ ઢોલ મંડળીઓને વિજેતા પુરસ્કારથી સન્માતિ પણ કરવામાં આવ્યા હતા.


દાહોદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા ઢોલ મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આદિવાસી સંસ્કૃતિમાં ગીત-સંગીત-નૃત્યનો સુભગ સમન્વય જાેવા મળ્યો હતો તેમજ આનંદ ઉત્સવથી ભરપૂર આદિવાસી સંસ્કૃતિને આ ઢોલ મેળામાં ઉજાગર પણ કરવામાં આવે છે.

ભવ્ય આદિવાસી વારસાને જાળવી રાખવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્યશૈલીને એકજ સ્થળે જાેવા, માણવા અને જીવંત રાખવાના ઉદ્દેશને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના, દાહોદ અને ભીલ સમાજ સુધારણા મંડળ, દાહોદ દ્વારા આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે.

દેશ સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળી આ ઢોલ મેળામાં ભાગ લે છે ત્યારે તમામ કલાકારોને આ મેળામાં ઉપસ્થિત મહાનુભૂવો શુભેચ્છાઓ પાઠવી હતી. આજના આ ઢોલ મેળામાં લોકોએ ઢોલ મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને ઢોલ મંડળીઓના મનમોહક પ્રદર્શનથી મંત્રમૃગ્ધ કરી દે છે. ઢોલ મેળામાં શ્રેષ્ઠ ઢોલ મંડળીને પુરસ્કાર ઇનામોનો વિતરણ પર કરવામાં આવ્યું હતું. અત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાગવત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
