દેવગઢ બારિયાની કરૂણ દુર્ઘટના:કેળકુવા ગામે લોટ દળવાની ઘંટીના પટ્ટામાં દુપટ્ટો ફસાતાં 19 વર્ષની યુવતીનું સ્થળ પર જ મોત.!

Editor Dahod Live
1 Min Read

ઈરફાન મકરાણી: દેવગઢ બારીયા

દેવગઢ બારિયાની કરૂણ દુર્ઘટના,પરિવારજનોમાં માતમ:કેળકુવા ગામે લોટ દળવાની ઘંટીના પટ્ટામાં દુપટ્ટો ફસાતાં 19 વર્ષની યુવતીનું સ્થળ પર જ મોત

દાહોદ તા.૦૬

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કેળકુવા ગામે વાણીયા ફળિયામાં લોટ દળવાની ઘંટીએ મશીનની નજીક ઉભેલગામની છોકરીનો દુપટ્ટો મશીનના પટ્ટામાં આવી જતા તે છોકરીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તે છોકરીનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજયું હોવાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

દેવગઢ બારિયાના કેળકુવા ગામે વાણીયા ફળિયામાં રહેતા કનુભાઈ તેરસિંગભાઈ રાઠવાની દીકરી ૧૯ વર્ષીય જશુબેન રાઠવા ગઈકાલે બપોરના અઢી વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીના સમયગાળામાં ગામની ઘંટીએ દયણું દળાવવા ગઈ હતી. અને તે મશીનની બિલકુલ નજીક ઊભી હતી. તેવખતે તેને પહેરેલ દુપટ્ટો મશીનના પટ્ટામાં આવી જતા સર્જાઈની દૂર્ઘટનામાં જશુબેન રાઠવા ને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. આ સંબંધ પોલીસની જાણ કરતા સાગટાળા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતક જશુબેન રાઠવાની લાશનો કબજો લઈ સ્થળનુ તેમજ લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે લાશને દેવગઢ બારિયા સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે સાગટાળા પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના જરૂરી કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.દુપટ્ટો ફસાતાં 19 વર્ષની યુવતીનું સ્થળ પર જ મોત થયું છે.

Share This Article