સરકારી વસાહતમાં ચોરી,તસ્કરોનું પોલીસને પડકાર..!
ધાનપુરના પીપરગોટામાં ફોરેસ્ટ કોલોનીમાં સરકારી ક્વાટર્સના તાળા તૂટ્યા, સરકારી બંદૂક તેમજ 10,000 ની ચોરી..
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે ફોરેસ્ટ કોલોનીમાં એક સરકારી ક્વાટર્સનું તાળુ તોડી તસ્કરોએ ક્વાટર્સમાંથી સરકારી બંદુક કિંમત રૂપીયા ૧૦,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં ચકચાર મચી જવા પામી છે.
ધાનપુરના પીપરગોટા ગામે આવેલ ફોરેસ્ટ કોલોનીમાં એક સરકારી ક્વાટર્સમાં ગત તા. ૨૬મી ઓક્ટોબરના રોજ તસ્કરોએ સરકારી ક્વાટર્સને નિશાન બનાવી સરકારી ક્વાટર્સનું તાળુ તોડી અંદરથી સરકારી ડબલ નાળ (બેરલ) વાળી બારાબોર બંદુક કિંમત રૂપીયા ૧૦,૦૦૦ની ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે ધાનપુરના પીપરગોટા ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતાં સાગરભાઈ પરષોત્તમભાઈ માલવીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.