રાહુલ ગારી :- ગરબાડા
ઉમેદવારી પત્ર ખેંચવાના છેલ્લા દિવસે ભાજપના પ્રયા સાર્થક નીવડયા, ત્રણ ઉમેદવારોએ ફોનમાં પરત ખેંચતા ApMc ક્લીન સ્વીપ..
ગરબાડા એપીએમસીમાં ભાજપનો કેસરિયો લહેરાયો, તમામ 10 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર..
દાહોદ તા.03

ગરબાડા તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ફરીવાર ભાજપનો કેસરિયો લહેરાયો છે. ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપના પ્રયત્નો બાદ ત્રણ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચતા તમામ 10 બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
ગરબાડા APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો માટે 13 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. આજે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપના આગેવાનો – ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, સુધીરભાઈ લાલપુરવાલા અને તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરના સમજૂતી પ્રયત્નો બાદ ત્રણ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. જેમાં ચૂંટણી અધિકારી સમક્ષ ત્રણેય ઉમેદવારોએ રુબરુ જઈને ઉમેદવારી પરત ખેંચતા તમામ 10 બેઠકો માટે ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જોકે બિનહરીફ વિજય બાદ ગરબાડામાં ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.ગરબાડા APMCની બિનહરીફ જાહેર થયેલી પેનલમાં પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડ, કમલેશભાઈ દીતાભાઈ માવી, પરમાર ગોવિંદભાઈ કુંવારાભાઈ, બામણ્યા પ્રતાપભાઈ ભગાભાઈ, મંડોડ છત્રસિંહ માનસિંહ, બિલવાળ દિનેશભાઈ ફદાભાઈ, રાઠોડ લક્ષ્મણભાઈ કસનાભાઈ, બારીઆ કસનાભાઈ દીતાભાઈ, સોલંકી ઉદેસિંહ ગોપાળભાઈ અને પંચાલ ભરતકુમાર મનસુખભાઈનો સમાવેશ થાય છે. નોંધનીય બાબત છે કે ગરબાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના પછીથી સતત ભાજપની સત્તા રહી છે, અને આ વખતે પણ કોઈ પડકાર વિના ભાજપનો કેસરિયો ફરીવાર લહેરાયો છે.