Tuesday, 25/11/2025
Dark Mode

*કૃભકો દાહોદ દ્વારા સરસ્વા પૂર્વ ખાતે ફર્ટિલાઇઝર પ્રમોશન ઝુંબેશ કાર્યક્રમ યોજાયો* *ખાતરની પ્રણાલી સહિત સિવારીક માયકોરાઇઝા,સીટી કમ્પોસ્ટ, તથા બાયો ફાટીઝલાઈઝર વિશે ખેડૂતોને માહિતગાર કરાયા*

August 13, 2025
        2601
*કૃભકો દાહોદ દ્વારા સરસ્વા પૂર્વ ખાતે ફર્ટિલાઇઝર પ્રમોશન ઝુંબેશ કાર્યક્રમ યોજાયો*  *ખાતરની પ્રણાલી સહિત સિવારીક માયકોરાઇઝા,સીટી કમ્પોસ્ટ, તથા બાયો ફાટીઝલાઈઝર વિશે ખેડૂતોને માહિતગાર કરાયા*

બાબુ સોલંકી :- સુખસર

*કૃભકો દાહોદ દ્વારા સરસ્વા પૂર્વ ખાતે ફર્ટિલાઇઝર પ્રમોશન ઝુંબેશ કાર્યક્રમ યોજાયો*

*ખાતરની પ્રણાલી સહિત સિવારીક માયકોરાઇઝા,સીટી કમ્પોસ્ટ, તથા બાયો ફાટીઝલાઈઝર વિશે ખેડૂતોને માહિતગાર કરાયા*

સુખસર,તા.13

*કૃભકો દાહોદ દ્વારા સરસ્વા પૂર્વ ખાતે ફર્ટિલાઇઝર પ્રમોશન ઝુંબેશ કાર્યક્રમ યોજાયો* *ખાતરની પ્રણાલી સહિત સિવારીક માયકોરાઇઝા,સીટી કમ્પોસ્ટ, તથા બાયો ફાટીઝલાઈઝર વિશે ખેડૂતોને માહિતગાર કરાયા*

    કૃષક ભારતી કોઓપરેટીવ લિમિટેડ – કૃભકો દાહોદ દ્વારા આજ રોજ ફતેપુરાના સરસવા પૂર્વ ગામ ખાતે કીર્તિપાલસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ પર ફર્ટિલાઈઝર પ્રમોશન ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રોગ્રામ ફતેપુરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડી.ડામોરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.આ પ્રોગ્રામમાં ખેડૂતોને કૃભકોના એરિયા મેનેજર જયેશભાઈ પટેલ દ્વારા ખાતરની વિતરણ વ્યવસ્થા અને પ્રણાલી વિશે જાણકારી આપવામાં આવી હતી.તેમજ રસાયણિક ખાતરના વપરાશને સપ્રમાણ અને કાર્યક્ષમ વપરાશ કેમ કરવો તેના વિશે સવિસ્તૃત માહિતી આપી હતી.આ ઉપરાંત કૃભકોના અન્ય ઉત્પાદકો જેવા કે સિવારીક,માઈકોરાઇઝા, સિટી કંપોસ્ટ, બાયો ફર્ટિલાઈઝર વિશે માહિતી આપી અને આ ઓર્ગેનિક ખાતરોના વપરાશથી રસાયણિક ખાતરના વપરાશમાં ઘટાડો કરી ઓર્ગેનિક ખાતરો વાપરી ખેતી ઉત્પાદન વધારવું અને આવનારા સમયમાં ખેતી કેમ બચાવી શકાય એ વિશે સવિસ્તૃત માહિતી આપી અને આ માહિતીથી ખેડૂતો ખૂબ ઉત્સાહિત થયા અને ઉપસ્થિત આગેવાનોએ સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કર્યો કે જેથી ખાતરને લગતી તમામ માહિતી પૂરી પાડવામાં આવી. સાથે સાથે કૃભકો દ્વારા કરવામાં આવતી પ્રવૃતિ અને કામની સવિસ્તૃત માહિતી આપી હતી. ઓર્ગેનિક ખેતી અને તેનાથી આવનારા સમયમાં શું ફાયદા અને હાલના સમયમાં ઓર્ગેનિક ખેતીની જરૂરિયાત શું છે એ તમામ પ્રકારની દાહોદ કે વી કે ફાર્મના રિટાયર્ડ એગ્રોનોમિસ્ટ રામસિંગ મછાર સાહેબ દ્વારા આપવામાં આવી હતી. કૃભકો દ્વારા જુલાઈ મહિનામાં યુરિયાનું વિતરણ 2300 Mt કરવામાં આવ્યું હતું અને ચાલુ માસમાં પણ સરકારના એલોકેશન મુજબ દાહોદ જિલ્લાને પૂરું પાડવાની બાહેંધરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન એગ્રી બિઝનેસ સેન્ટર -બલૈયા હસમુખભાઈ કલાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સંચાલન કૃભકોના ફિલ્ડ ઓફિસર ઝિયાઉદ્દીન બાદી કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!