સ્કૂલવાનમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડતા વાહન ડીટેઈન કરાયું*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*સ્કૂલવાનમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડતા વાહન ડીટેઈન કરાયું*

દાહોદ તા. ૧૭

જિલ્લા રોડ સેફ્ટી કમિટી દાહોદની અખબાર યાદી જણાવે છે કે, દેવગઢ બારિયા તાલુકા ખાતે મોટર વાહનમાં (સ્કૂલવાન) ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જિલ્લા પોલીસ દ્વારા સદરહુ મોટર વાહનને ડીટેઇન કરી દેવામાં આવેલ છે. જિલ્લા રોડ સેફ્ટી કમિટી દાહોદ દ્વારા ટ્રાન્સપોર્ટેશન કમિટી ઓફ સ્કૂલના અધ્યક્ષશ્રી (જે તે મામલતદારશ્રી) ને કમિટીની બેઠક બોલાવી તાલુકામાં આવેલ દરેક શાળામાં ડ્રાઇવ ગોઠવવા અને શાળા મારફતે બાળકોના વાલીઓમાં પણ જાગૃતતા આવે તે રીતે અવેરનેસ કાર્યકમનું આયોજન કરવા સુચના આપી છે, જેની જાહેર જનતાએ નોંધ લેવા દાહોદ જિલ્લા રોડ સેફ્ટી કમિટીના સભ્ય સચિવશ્રી દ્વારા જણાવાયું છે.

૦૦૦

Share This Article