અયોધ્યા શ્રીરામના મંદિર ભૂમિપૂજનની ખુશીમાં સહભાગી બનતા ફતેપુરાના ગ્રામજનો:સમગ્ર નગર કેસરિયા રંગે રંગાયું:નગરમાં ઠેર-ઠેર કેસરી ઝંડા લગાડવામાં આવ્યા

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ, ફતેપુરા 

અયોધ્યા શ્રીરામના મંદિર ભૂમિ પૂજનની ખુશીમાં સહભાગી બનતા ફતેપુરાના ગ્રામજનો
ફતેપુરા નગર કેસરિયા રંગે રંગાયું
નગરના બજારમાં ઠેરઠેર કેસરી ઝંડા લગાડવામાં આવ્યા

ફતેપુરા તા.03

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ઠેરઠેર જાહેર રાજમાર્ગો પર અને ગલીએ ગલીએ કેસરી રંગના ઝંડા લગાડી ગ્રામજનો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.અયોધ્યામાં શ્રીરામજીનું ભવ્યથી ભવ્ય મંદિર તૈયાર થવાનો હોય તેનું ભૂમિ પૂજન તારીખ 5 ઓગસ્ટ 2020 ના રોજ હોય તે ભૂમિ પૂજનની ખુશીમાં ભાગીદાર થવા માટે અને ખુશી વ્યક્ત કરતા હોવા ગ્રામજનો દ્વારા નગરના તમામ મેન બજાર તેમજ ગલીઓમાં કેસરી રંગના ઝંડા લગાડી અયોધ્યામાં શ્રી રામજીનું ભવ્ય બનનાર મંદિર ભૂમિ પૂજન ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Contents
Share This Article