*ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ નૂતન વિદ્યાલય તથા શ્રીમતી એલ.બી.કટારા કન્યા વિદ્યાલયમાં ધોરણ 10ના પરિણામમાં કન્યાઓનો દબદબો*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ નૂતન વિદ્યાલય તથા શ્રીમતી એલ.બી.કટારા કન્યા વિદ્યાલયમાં ધોરણ 10ના પરિણામમાં કન્યાઓનો દબદબો*

*નુતન વિદ્યાલય સુખસર શાળામાં ભણતા ધોરણ 10 નું 73.18 ટકા જ્યારે શ્રીમતી એલ.બી કટારા કન્યા વિદ્યાલય નું 89 ટકા પરિણામ*

સુખસર,તા.8

 

માર્ચ 2025 માં લેવાયેલ ધોરણ 10 નું પરિણામ આજરોજ બહાર પડતાં સુખસરના નૂતન વિદ્યાલય સુખસર તથા શ્રીમતી એલ. બી કટારા કન્યા વિદ્યાલયના પરિણામ આવતા બંને શાળાઓમાં એક થી ત્રણ માં નંબરે પાસ થનાર વિદ્યાર્થીઓમાં કન્યાઓએ મેદાન માર્યું હોવાનું જાણવા મળે છે.

          જાણવા મળેલ વિગતો મુજબ સુખસર નુતન વિદ્યાલય ખાતે પ્રથમ નંબરે આવનાર ખડિયા દિવ્યાબેન ભરતસિંહ 94.33 ટકા થી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.જ્યારે બીજા નંબરે મકવાણા રોહિતભાઈ મહેશભાઈ 79.33 ટકા જ્યારે ત્રીજા નંબરે મછાર શિવાનીબેન દિનેશભાઈના ઓએ 78.83 ટકા માર્ક પ્રાપ્ત કરેલ હોવાનું જાણવા મળે છે. નુતન વિદ્યાલય સુખસરનું 73.18% પરિણામ આવેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે શ્રીમતી એલ.બી કટારા કન્યા વિદ્યાલય ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઓમાં પ્રથમ ક્રમાંકે પ્રજાપતિ મોહિનીબેન વિનોદભાઈ 91.16 ટકા એ ઉત્તિર્ણ થયા છે.જ્યારે પંચાલ દ્રષ્ટિબેન ભાવેશભાઈના ઓએ 89.67 ટકા પ્રાપ્ત કરી બીજો નંબર મેળવ્યો છે. કટારા પુષ્પાબેન રમેશભાઈના ઓએ 89 ટકા પ્રાપ્ત કરી શાળામાં ત્રીજા નંબરે પાસ થયા હોવાનું જાણવા મળે છે.આમ સુખસર ખાતે આવેલ નૂતન વિદ્યાલય સુખસર તથા શ્રીમતી એલ. બી કટારા કન્યા વિદ્યાલયમાં ધોરણ 10ના પરિણામમાં કન્યાઓએ બાજી મારી હોવાનું જોવા મળે છે.એક થી ત્રણ નંબરમાં પાસ થનાર વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને શાળા પરિવાર તથા માતા-પિતા અને ગામ,સમાજનું ગૌરવ વધાર્યું હોવાનું જાણવા મળે છે.અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શાળાના આચાર્યો દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી.

Share This Article