સુખસરમાંથી બે મોર મૃત હાલતમાં મળી આવતા ચકચાર:વનવિભાગ તપાસમાં જોતરાયું

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

સુખસરમાં પંચાલ ફળિયા નજીકથી બે મોર મૃત હાલતમાં મળી આવ્યા:ફતેપુરા તાલુકામાં જંગલ વિસ્તાર હોય મોરની વસ્તી વધુ પ્રમાણમાં હોય મરણ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની તપાસ થવી જરૂરી

ફતેપુરા તા.13

ફતેપુરા તાલુકાના સુખસરમાં પંચાલ ફળિયા નજીક કન્યા વિદ્યાલય તરફ જતા રસ્તાની બાજુમાં બે રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં પડેલા હોવાનું જણાયું હતું.ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.બે મોરનુ મરણ કેવી રીતે થયું? તે દિશા તરફ ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી હતી.જોકે વીજ ટ્રાન્સફોર્મરની નજીક માં બે મોર હાલતમાં પડેલા હોવાથી વીજ કરંટના કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુખસર પંથકમાં મોટી સંખ્યામાં મોરના મરણ થઈ રહ્યા હોવાના બનાવો બન્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Share This Article