ગરબાડા:કોરોના મહામારી વચ્ચે બળીયાદેવ મંદિરનો પાટોત્સવ સાદાઈથી ઉજવાશે:શોભાયાત્રા અને ભંડારો બંને મોકૂફ રાખવામાં આવ્યા

Editor Dahod Live
1 Min Read

 વિપુલ જોષી @ ગરબાડા 

કોરોના મહામારી ને લઈને ગરબાડામાં બળીયાદેવ મંદિર નો પાટોત્સવ સાદાઈથી ઉજવાશે
શોભાયાત્રા અને ભંડારો બંને મોકૂફ રાખવામાં આવ્યા

ગરબાડા તા.22

ગરબાડામાં બળીયા દેવ અને શિતળા માતા મંદિર નું ગરબાડા પ્રજાપતિ સમાજ દ્વારા 2015માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારથી અષાઢી બીજ રથયાત્રા ના દિવસે પ્રજાપતિ સમાજ દ્વારા નગરમાં શોભાયાત્રા અને જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ હાલમાં દેશમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને પ્રજાપતિ સમાજ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં નક્કી કરવામાં આવ્યું કે શોભાયાત્રા અને ભંડારા નો કાર્યક્રમ આ વખતે મૂકો રાખવો અને ગણતરી ના માણસો ભેગા થઈ ભગવાનની પૂજા આરતી કરી પ્રસાદી વેચવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું

Share This Article