લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪  લાકડીના ટેકે આવીને મતદાન કરનાર ૮૫ વર્ષીય બા એ મતદાતાઓનો વધાર્યો ઉત્સાહ

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

લાકડીના ટેકે આવીને મતદાન કરનાર ૮૫ વર્ષીય બા એ મતદાતાઓનો વધાર્યો ઉત્સાહ

દાહોદ તા. ૭

લોકસભા સામાન્ય ચૂંટણી એ આપણા સૌના ભાવિ માટેનો મહાપર્વ છે. તમામ નાગરિકોની ફરજ બને છે કે આ રાષ્ટ્રીય તહેવારને દરેક કામ પડતા મૂકીને પ્રથમ કામ મતદાન કરવું. અહીં આપણે વાત કરીએ રૂપાબેન રામસિંહ ભાઈ રાઠોડની. જેઓનો ઉંમર અત્યારે ૮૫ વર્ષ હોવા છતાં લાકડીના ટેકે ચાલતા – ચાલતા મતદાન મથકે જઈને દેશના ભાવિ માટે પોતાનો કિંમતી વોટ આપી પોતાની ફરજ અદા કરી.

એ રીતે સાવિત્રીબેન નાથાણી કે જેઓની ઉંમર ૯૫ થી વધુ હોવા છતાંય તેઓ પોતાના પરિવાર સહિત મતદાન કરવા મતદાન મથકે આવી મત આપીને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી અન્ય મતદારોના ઉત્સાહને વેગ આપ્યો હતો.

Share This Article