કલેકટર કચેરી ખાતે જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે અને જનરલ ઓબ્ઝર્વરશ્રી મોહમ્મદ અકબર વાનીની ઉપસ્થિતિમાં સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયું

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

કલેકટર કચેરી ખાતે જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે અને જનરલ ઓબ્ઝર્વરશ્રી મોહમ્મદ અકબર વાનીની ઉપસ્થિતિમાં સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયું

દાહોદ તા. ૨૪

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તેમજ જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબર વાનીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સેકન્ડ રેન્ડમાઇઝેશન માટેની બેઠક યોજવામાં આવી હતી. 

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ તમામ મદદનીશ ચુંટણી અધિકારીશ્રીઓને મતદાન મથક પર કરવામાં આવતી પ્રાથમિક વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપવામાં આવી હતી. ચૂંટણી લક્ષી તમામ વ્યવસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં કરવામાં આવેલ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા સુચના આપી હતી.

આ બેઠક દરમ્યાન સમગ્ર દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ફાળવવામાં આવેલ પોલિંગ સ્ટેશન અંગેની ડેટાબેઝ રેન્ડમાઈઝ પ્રક્રિયા કરવામાં આવી હતી. નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તેમજ તમામ પોલિંગ સ્ટેશન પર ચૂંટણી પ્રક્રિયા નિર્ભય,સોહાર્દ પૂર્વક અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ બેઠક દરમ્યાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા, પ્રાંત અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીસુશ્રી નિલાંજસા રાજપૂત , તમામ મદદનીશ ચુંટણી અધિકારી શ્રીઓ તેમજ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article