પિરામલ ફાઉંડેશન દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી – ‘મારુ સ્વાસ્થ્ય, મારો અધિકાર

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

પિરામલ ફાઉંડેશન દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી – ‘મારુ સ્વાસ્થ્ય, મારો અધિકાર

દાહોદ તા ૮ 

મારુ સ્વાસ્થ્ય, મારો અધિકાર’ થીમ પર પિરામલ ફાઉંડેશન અને દાહોદ હેલ્થ વિભાગ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત રેલી, ચર્ચા, સ્લોગન, અને પ્રતિજ્ઞા દ્વારા લોકોને આંગણવાડી તેમજ PHC તરફથી મળતા લાભોની જાણકારી, SAM/MAM બાળકોની સંભાળ, અનેમિયા, તમાકુનું સેવન અને કેન્સર, સમયસર હેલ્થ ચેકઅપનું મહત્વ જેવા વિષયો પર જન જાગૃતિ કરવામાં આવી. CHO, ANM, ASHA, AWW, ગ્રામ પંચાયત સદસ્યો, જનપ્રતિનિધિઓ, યુવા, કિશોરીઓ, તેમજ ધાત્રી અને સગર્ભા માતાઓ એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમની સફળતા જોતાં, CHO, અને પંચાયત સદસ્યો દ્વારા પિરામલ ટીમને બીજા વિષયો પર પણ જનજાગૃતિ કાર્યક્રમો કરવા આગ્રહ કરવામાં આવ્યો.

Share This Article