સંજેલીમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક અમૃતપેય ઉકાળાનું વિતરણ કરાયું

Editor Dahod Live
2 Min Read

કપિલ સાધુ @ સંજેલી

સંજેલીમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામા આવ્યું, સંજેલી આરોગ્ય ટીમ દ્વારા ત્રણ દિવસથી ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે.

કોરોના મહામારીના કારણે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા તેમજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના દ્વારા શક્તિવર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે સંજેલી કન્ટેનમેન્ટ જોન અને બફર જોન વિસ્તારમાં માં છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય કર્મચારી અને RSS પરિવાર દ્વારા ઘરે ઘરે જઇ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના કારણે હકારાત્મક પરિણામો આવે કોરોના મહામારી રોગોને અટકાવવા રક્ષણાત્મક પગલા લેવામાં આવી રહ્યા છે.જિલ્લામાં ઠેર ઠેર આયુર્વેદીક ઉકાળાનું વિતરણ શરૂ છે ત્યારે સંજેલી તાલુકા મથકે કોરોનાપોઝિટિવ આવતા કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન વિસ્તારો મા સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આયુર્વેદિક તેમજ હોમીયોપેથીક ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ઘરે ઘરે જઇ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે ઉકાળો ત્રણ દિવસથી વિતરણ કરવામાં આવી રહ્યો છે પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને બિમારીથી રક્ષણ મળશે . આરોગ્ય વિભાગ તરફથી સંજેલીમાં ત્રણ દિવસથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું .અને વિતરણ કાર્યમાં  સંજેલીની આરોગ્યની ટીમ દ્વારા કામગિરી કરવામા આવી રહી છે.

Share This Article