રાજેશ વસાવે :- દાહોદ
પશ્ચિમ બંગાળમાં SC-ST મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં દાહોદ કલેકટરને આવેદનપત્ર..
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં એસટી તેમજ એસસી સમાજની મહિલાઓ પર કરવામાં આવતા અત્યાચારને લઈને વિરોધ વ્યક્ત કરી દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.
દાહોદ જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં એસટી તેમજ એસસી સમાજની મહિલાઓ પર કરવામાં આવતા અત્યાચારને લઈને વિરોધ વ્યક્ત કરી દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.
પશ્ચિમ બંગાળ રાજ્યના સંદેશખાલીમા અનુચૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની મહિલાઓ પર તૃણમુલ કોંગ્રેસ પક્ષના નેતાઓએ આદિવાસી અને દલિત મહિલાઓને પ્રતાડિત કરીને યૌન શોષણના કરવાના બનાવો બન્યા છે. જેને લઈને સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ શરુ થયો છે, પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષા જોખમાઈ છે, સત્તામા બેઠેલા TMCના નેતાઓ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ પર અત્યાચાર અને યૌન શોષણ કરવામાં આવી રહ્યું છે પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા આવા નરાધમો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને લોકોમા ભારે રોષ ફેલાયો છે, ત્યારે આજે દાહોદ જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળની ઘટનાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો, અને આવા તત્વોને કડકમા કડક કાર્યવાહી થાય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિની મહિલાઓને રક્ષણ મળે તે માટેની કાર્યવાહી કરવાની માંગ સાથે દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજઆત કરી હતી.