
રાહુલ ગારી :- ગરબાડા
છરછોડા ખરાડ ફ વર્ગ પ્રા શાળા ના બાળકો ને બેન્ક ઓફ બરોડા ચાંદાવાડા બ્રાન્ચ તરફ થી સ્વેટર વિતરણ કરવા માં આવ્યા.
ગરબાડા. તા. ૩૦
ગરબાડા તાલુકા ના છરછોડા ખરાડ ફળીયા માં અભ્યાસ કરતા તમામ બાળકો ને બેન્ક ઓફ બરોડા ચાંદાવાડા બ્રાન્ચ ના મેનેજર અને કેશીયર દ્વારા સ્વેટર આપી વિતરણ કરવા માં આવેલ હતા.
બેન્ક મેનેજર દ્વારા બાળકો ને શાળા માં નિયમિતતા અને ઉચ્ચ અભ્યાસ કરવા માટે નું માર્ગદર્શન આપ્યું હતું. આ બેન્ક ઓફ બરોડા તરફ થી આપવા માં આવેલ સ્વેટર અંગે આંબલી ક્લસ્ટર ના સી આર સી મુકેશભાઈ ભુરીયા એ આભાર માન્યો હતો. અને સન્માન પત્ર મેનેજર અને કેશીયર સાહેબ ને આપ્યું હતું.
આ પ્રસંગે એસ એમ સી અધ્યક્ષ જવસિંગભાઈ ખરાડ, ભાવેશભાઈ ભાલીયા, હેમંતભાઈ પારગી, મિતલબેન પટેલ બેન્ક મેનેજર સાહેબ અને કેશીયર સાહેબ નો આભાર માન્યો હતો.