
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
તાલુકા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા ડ્રોન આધારિત ખેતીનું નિરીક્ષણ કરવામાં આવ્યું
ગરબાડા તા. ૨૧
ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગમ લોકો દ્વારા સંકલ્પ રથ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.જે કાર્યક્રમ માં વિવિધ સરકારી યોજના ના લાભો લોકોને ગામમાં જ મળી રહે તે માટે વિવિધ શાખાના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા અને ગામ લોકોને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા અને તમામ ઉપસ્થિત લોકોને લાભ લેવા અપીલ કરી હતી.આ કાર્યક્રમ માં ગરબાડા,તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર, ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર જેસાવાડા ગામના સરપંચ ચંદ્રભાણસિંહ કટારા , તાલુકા પંચાયત સભ્ય આ વિભાગના કર્મચારીઓ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.