દાહોદ જિલ્લાના નોન કંટેઇન્મેન્ટ એરીયાના 8 રૂટો પર એસટી બસો દોડાવવા એસટીતંત્ર સજ્જ:કલેક્ટર કચેરીએથી મંજૂરીની જોવાતી રાહ

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૮

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે દાહોદ શહેર સહિત જિલ્લામાં બસોના પૈડા થંભી ગયા હતા. છેલ્લા ત્રણ લોકડાઉનના સમયગાળા દરમ્યાન બસ સ્ટેશન સુમસામ ભાસી રહ્યું હતુ ત્યારે લોકડાઉનના ચોથા ચરણમાં વડાપ્રધાન મોદીના જણાવ્યા અનુસાર, આ લોકડાઉનનું ચોથુ ચરણ નવા રૂપરંગમાં જાવા મળશે તેમ પણ જણાવ્યું હતુ ત્યારે આજરોજ દાહોદ શહેરના ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લામાં બસો દોડાવવાની દાહોદ જિલ્લા કલેક્ટર પાસે મંજુરી મેળવવામાં આવી છે. જા કલેક્ટર દ્વારા દાહોદ એસટી વિભાગને મંજુરી મળી જશે તો દાહોદ જિલ્લામાં ટુંક સમયમાં જ બસોના પૈડા ફરી ધમધમતા થશે તેવા સંકેતો મળી રહ્યા છે.

દાહોદ ડેપો મેનેજર દ્વારા કલેક્ટર પાસે હાલ દાહોદ – સંજેલી,દાહોદ – ફતેપુરા, દાહોદ – ઝાલોદ, દાહોદ – બારીઆ, દાહોદ – મંડોડ, દાહોદ – નીમચ, દાહોદ – ધાનપુર, દાહોદ – જેસાવાડા, ના બસોના રૂટ ચાલુ કરવા માટે મંજુરી માંગી છે. આમ, આ તમામ આ તમામ બસોનો ૧૫ સિડ્યુલ હાલ નક્કી કરવામાં આવ્યો છે.હવે લોકડાઉનના ચોથા ચરણમાં દાહોદમાં બસ સેવા શરૂ કરવામાં દાહોદ એસ.ટી.વિભાગે પુર્વ તૈયારીઓ આરંભી દીધી છે. બસ હવે કલેક્ટરની મંજુરીની રાહ જાવાઈ રહી છે. દાહોદ એસ.ટી.વિભાગ સુસજ્જ બની ગયું છે. છેલ્લા બે મહિનાથી બસોના થંભી ગયેલા પૈડા ફરી દાહોદ જિલ્લામાં જાવા મળે તેવી આશાઓ સાથે દાહોદજિલ્લાવાસીઓની મીટ મંડરાયેલી છે.

Share This Article