નેશનલ હાઈવે પર બન્યો હિટ એન્ડ રન નો બનાવ:ગરબાડાથી પાવાગઢ પગપાળા જતા સંઘને નડ્યો અકસ્માત:
દાહોદ તાલુકાના રોઝમ ગામે અજાણ્યા વાહનની અડફેટે ત્રણ પદયાત્રીઓના મોત,માતાજીના રથને નુકશાન….
ગરબાડા તા.17
ગરબાડા તાલુકાના નળવાઈ થી પાવાગઢ પગપાળા જતા એક ગ્રુપ ને રાત્રીના સમયે રોઝમ ખાતે અકસ્માત નડતા ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
ગરબાડા તાલુકાના નળવાઇ ગામનો એક સંઘ પગપાળા પાવાગઢ જવા માટે માતાજીનો રથ લઈને નીકળ્યો હતો પરંતુ રસ્તામાં અકસ્માત નડતા બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે અન્ય એકને ગંભીર જાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે માતાજીના રથ ને પણ નુકસાન થયું છે.જેમાં ગરબાડા તાલુકાના નળવાઈ ગામનો એક 25 થી 30 લોકોનો સંઘ તારીખ 16 ના બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ પગપાળા પાવાગઢ માતાજી નો રથ લઈને જવા માટે વાયા ગરબાડા થી દાહોદ થઈને નીકળ્યો હતો જે સંઘ ને રાત્રિના સમયે રોઝમ ખાતે અજાણ્ય વાહને ટક્કર મારતા અકસ્માત થયો હતો જે અકસ્માતની ઘટનામાં નળવાઇ ગામના રતન કમજી મોહણીયા અને મુકેશ બદીયા સંગાડા સહીત ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.જ્યારે માતાજીના રથને પણ નુકસાન થયું છે ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી ઉલ્લેખની એ છે કે નળવાઈ ગામના પગપાળા પાવાગઢ જતા આ યુવાનો પાસે માતાજીનું રથ ન હોવાના કારણે તેઓ માતાજીનું રથ ભે ગામેથી લાવ્યા હતા.