લીમખેડા કોર્ટનો વધુ એક ચુકાદો:કોર્ટ સંકુલમાં સન્નાટો…
સીંગવડમાં સવા બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કર્યા બાદ ત્રણ દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચારવાના કેસમાં બન્ને આરોપીને આજીવન કેદની સજા ફટકારી….
બન્ને આરોપીને દુષ્કર્મ તેમજ પોક્સોના ગુનામાં આજીવન કેદ તેમાં 10 હજાર રૂપિયા નો દંડ, તથા પીડિતાને ત્રણ લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટનો આદેશ…
સીંગવડ તા.11
સિંગવડ તાલુકાના દાસા ગામે આજથી સવા બે વર્ષ અગાઉ ઘરેથી આવકનો દાખલો કઢાવવા નીકળેલી 14 વર્ષીય સગીરાને બાઈક પર આવેલા બે ઈસમોએ બારગોટા ચોકડીથી સીંગવડ બજારમાં ઉતારવાનું કહી બાઈક પર બેસાડી સગીરાનું મોઢું દબાવી કાળીયાકુંવા ગામ નજીક મકાનમાં ત્રણ દિવસ સુધી ગોંધી રાખી અમાનુષી દુસ્કર્મ આચારવાનાં બનાવમાં લીમખેડા કોર્ટે કડક વલણ રાખી ત્રીજા એડિશનલ કોર્ટનાં જજે બન્ને આરોપીને આવા ગંભીર ગુનામાં સમાજમાં ઉત્તમ દાખલો બેસાડવા હેતુસર દુષ્કર્મ તેમજ પોક્સોની જુદી જુદી કલમો હેઠળ કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસની સાથે 10,000 રૂપિયાનો દંડ ફટકારી પીડિતાને વળતરરૂપે ત્રણ લાખ રૂપિયાની સહાય ચૂકવવા આદેશો કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
લીમખેડા ત્રીજા એડિશનલ કોર્ટ, તેમજ સ્પેશ્યલ પોક્સો કોર્ટનાં જજ મોંહંમદ હનીફબેગ મિરઝાબેગની કોર્ટ દ્વારા અવારનવાર અપહરણ, દુષ્કર્મ, પોસ્કો, તેમજ મારામારી જેવા કેસોમાં કડક વલણ રાખી ગુના આચારનાર આરોપીઓના મનમાં કાયદો અને કાનૂન વ્યવસ્થાનું એહસાસ થાય તેમજ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ લોકોમાં ન્યાય પાલિકા તરફે પૂરતો વિશ્વાસ અકબંધ રહે તે હેતુસર અગાઉ પણ ગંભીર ગુનાઓમાં કસૂરવારોને કઢોર સજાની સાથે દંડ ફટકારવામાં કોઈ કસર છોડી નથી.આરોપીઓના મનમાં કાયદો અને કાનૂન વ્યવસ્થા શું છે. તેનો ભાન થાય તે માટે આરોપીઓને કસુરવાર ઠેરવી સજા ફટકારવાનો સિલસિલો આજે પણ યથાવત રાખ્યો છે. જેમાં આજથી સવા બે વર્ષ અગાઉ તા.13.07.2021 ના રોજ સિંગવડ તાલુકાના દાસા ગામની 14 વર્ષીય સગીરા ઘરેથી સીંગવડ ખાતે આવકનો દાખલો કઢાવવા જવાનું કહી નીકળી હતી. અને રસ્તામાં બારગોટા-સિંગવડ ચોકડી પર ઉભી હતી તે સમયે સિંગવડ ગામના બાઈક પર આવેલા મહેશ નાનજીભાઈ નિનામા તેમજ અશ્વિન રયજીભાઈ નિનામા બન્ને રહેવાસી નિનામાં ફળિયું સિંગવડનાઓએ સગીરાને સીંગવડ બજારમાં ઉતારવાનું કહી બાઈક પર વચ્ચે બેસાડી સીંગવડ તરફ રવાના થયાં હતા. જ્યાં સીંગવડ બજારમાં આવતા સગીરાએ બન્ને ઈસમોને તેણીને બાઈક પરથી ઉતરવાનું કહેતા મહેશ નિનામાએ પાછળ બસેલા અશ્વિન નિનામાને જણાવ્યું હતું કે રૂમાલથી સગીરાનું મોઢું દબાવી દે તેમ કહેતા પાછળ બેસેલા અશ્વિન નિનામાએ રૂમાલ વડે સગીરાનુ મોઢું દબાવી આખો દિવસ બાઈક પર લઈને ભટક્યા હતા. અને સાંજ પડતા કાલીયાકુંવા નજીક કોઈક પાકા મકાનના સગીરાને ત્રણ દિવસ સુધી ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચાર્ય હતું. અને ત્રણ દિવસ બાદ બન્ને હવસખોરોએ બાળકીને સીંગવડથી ચૂંદડી જતા માર્ગ પર ઉતારી કોઈક ને આ વિશે કહીશ તો જાનથી મારી નાખીશું તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ઘરે પહોંચ્યા પરીવારજનો બાદ આપવીતી જણાવતા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાના પિતાએ ઉપરોક્ત બંને હવસખોરો વિરુદ્ધ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તારીખ 18.07.2021 ના રોજ રણધીકપુર પોલીસે બંને ઇસમોં વિરુદ્ધ ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ત્યારબાદ આ આ કેસ લીમખેડા ત્રીજા એડિશનલ કોર્ટ, તેમજ સ્પેશ્યલ પોક્સો કોર્ટનાં જજ મોંહંમદ હનીફબેગ મિરઝાબેગની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલની ધારદાર રજૂઆતો અને ગુનાની ગંભીરતા જોતા બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી આઇપીસી ની કલમ 235 (2),376 (D.A),376 (G)(N)ની કલમ હેઠળ આજીવન કેદ તેમજ 10,000 નો દંડ, તથા પોક્સોની કલમ 5-(G)(L) અંતર્ગત આજીવન કેદ તેમજ દસ હજાર રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદ તથા પીડિતાને વળતર પેટે ત્રણ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કરતા સમગ્ર કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.