
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે રાજ્ય બહારના આરોપીઓને પકડી પાડી વધુ કાર્યવાહી માટે મધ્યપ્રદેશની પોલીસને સોપ્યો
ગરબાડા તા. ૧૫
ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ પોલીસ સ્ટાફના માણસો સાથે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પડી જેલ ભેગા કરવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ રાજ્યને નામદાર જોબટકોટના પકડ વોરંટ ના આરોપી નરેશભાઈ ભુરાભાઈ ભાભોર યુવરાજ ભાઈ રાણાભાઇ મંડોડ બંને રહે ગુલબાર તે પોતાના ઘરે આવેલ છે જે આરોપીને પકડી પાડવા માટે પોલીસે સર્ચ ઓપરેશન કરી આરોપીને તેઓના ઘરેથી દબોચી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી માટે મધ્યપ્રદેશના ચંદ્રશેખર આઝાદનગર નાં પોલીસ સ્ટેશન ભાભરા ખાતે બંને આરોપીઓ સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી