
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે નિમચ ગામેથી ઓટો રિક્ષામાં લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડ્યો…
પોલીસે ટીન બિયરની કુલ ૩૮૨ નંગ બોટલો મળી રીક્ષા સાથે ૯૭,૨૬૦નો મુદ્દા માલ જપ્ત કર્યો
ગરબાડા તા. ૨
ગરબાડા પી એસ આઇ જે એલ.પટેલ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન મળેલ બાતમીના આધારે નીમચ ગામે વોચ ગોઠવી ઊભા હતા. તે દરમ્યાન બાતમીવાળી GJ 20 V 00 82 નંબરની રીક્ષા આવતા, પોલીસે તેને ઉભી રખાવી તેમા તપાસ કરતા રીક્ષામાથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરેલો મળી આવ્યો હતો. જેથી પોલીસે રિક્ષામાંથી રૂ.૫૨,૨૬૦ ની કિંમતના ઇંગ્લીશ દારૂ, તથા ટીન બીયરની કુલ ૩૮૨ નંગ બોટલો, તથા રીક્ષા મળી કુલ રૂ.૯૭૨૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, દાહોદના ગોધરા રોડ વિસ્તારના વિનોદભાઇ સુરેશભાઇ સાંસીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.