મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે દાહોદ અને મધ્યપ્રદેશના અલીરાજપુર પોલીસ વચ્ચે બોર્ડર મિટિંગ યોજાઈ

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે દાહોદ અને મધ્યપ્રદેશના અલીરાજપુર પોલીસ વચ્ચે બોર્ડર મિટિંગ યોજાઈ

ગરબાડા તા.25

 

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના અનુસંધાનમાં ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે દાહોદ પોલીસ અને મધ્યપ્રદેશના અલીરાજપુર પોલીસ વચ્ચે બોર્ડર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મધ્યપ્રદેશમાં આગામી યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે, દાહોદ ડી વાય એસ પી એસ ડી રાઠોડના અધ્યક્ષ સ્થાને દાહોદ પોલીસ અને મધ્યપ્રદેશના અલીરાજપુર પોલીસ વચ્ચે આંતર રાજ્ય સીમા સંકલન બેઠક ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ગરબાડા પી એસ આઇ, દાહોદ રૂરલ પી એસ આઇ, ધાનપુર પી એસ આઇ, કતવારા પી એસ આઇ તેમજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચંદ્ર શેખર આઝાદ નગરના થાણા ઇન્સ્પેકટર તથા સેજાવાડા પોલીસ ચોકીના એ એસ આઇ ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં, મધ્યપ્રદેશમાં આગામી યોજાનાર ચુંટણી સમય દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને, અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય, અને સરહદી વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન શાંતિ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે જરૂરી ચર્ચા વિચારણા કરી સમીક્ષા કરાઈ હતી. અને મધ્યપ્રદેશને અડીને આવેલા બંને રાજ્યોના સરહદી પોલીસ સ્ટેશન વિસ્તારોના વોન્ટેડ ગુનેગારોને ઝડપી પાડવા, તેમજ બોર્ડર વિલેજના લાઇસન્સ વાળા હથિયારો જમા લેવા અંગે ચર્ચા કરવામા આવી હતી. તેમજ ચુંટણી સમયે સરહદી વિસ્તારમાં લિંકર ડ્રાઈવ, સરહદી ચેક પોસ્ટ ખાતે જરૂરી બંદોબસ્ત રાખવા સહિતની બાબતો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

Share This Article