કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડમાં અગામી તહેવારોને અનુલક્ષીને લીમખેડા ડિવિઝનના એએસપીની અધ્યક્ષતામાં ફ્લેગમાર્ચ યોજાઈ.
લીમખેડા ડિવિઝનના નાયબ જિલ્લા પોલીસવડા બિશાખા જૈન દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ..
સીગવડ તા.26
રણધીકપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા સિંગવડ ગામની મુલાકાત તથા આગામી તહેવારોને અનુલક્ષીને લીમખેડા ડિવિઝન ના નાયબ જિલ્લા પોલીસવડા બિશાખા જૈન દ્વારા સિંગવડ બજારમાં સાંજે 5:00 વાગ્યે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં રણધીકપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે કે રાઠોડ પોલીસ સ્ટાફ જી.આર.ડી જવાનો સહિતના કર્મચારીઓ દ્વારા સિંગવડ ના નીચવાસ બજાર સંજેલી રોડ ચુંદડી રોડ તથા પીપલોદ રોડ પર ફરી ગામની જાણકારી લીધી હતી જ્યારે ગામમાં સીસી કેમેરા ક્યાં લગાવવા તેની પણ નોંધ લેવામાં આવી હતી અને તેની જગ્યા નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે સિંગવડ ગામના વેપારીઓ તથા ગ્રામજનો ને મળીને સિંગવડ ગામમાં કોઈ તકલીફ હોય તો જણાવવા કહ્યું હતું જ્યારે વેપારી મંડળ છે કે નહીં તેની પણ જાણકારી લેવામાં આવી હતી ગામમાં સ્ટ્રીટ લાઇટ ચાલે છે કે નહીં તેની પણ જાણકારી લીધી હતી અને જો બંધ હોય તો ચાલુ કરાવવા જણાવવામાં આવ્યું હતું જો એ ચાલુ હોય તો ક્રાઈમ ઓછા થઈ શકે તેમ જણાવ્યું હતું જો કોઈને કંઈ તકલીફ હોય તો રણધીપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું હતું ..