શ્રાવણીયા જુગારીયાઓ સામે પોલીસની લાલ આંખથી જુગારીયાઓમાં ફફડાટ.
લીમખેડા પોલીસે બે સ્થળે દરોડા પાડી 15 ખેલીઓને 2.50 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે જેલભેગા કર્યા..
લીમખેડા પોલીસે રોકડ રકમ,17 મોબાઈલ ફોન મળી કુલ 2.50 લાખ કરતા વધુના મુદ્દામાની સાથે 15 ખેલીઓ સામે ગુનો દાખલ…
લીમખેડા તા.26
દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળે અનેક સ્થળોએ શ્રાવણીયો જુગાર રમતા જુગારીયાઓ સામે પોલીસ એક્શનમાં આવતા જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં જુગારીયાઓ ઝડપાવવા પામ્યા છે.તેમ છતાંય જુગારના શોખીનો પોતાના શોખ ને પરિપૂર્ણ કરવા જિલ્લાના વિવિધ સ્થાનો શોધતા હોવાનું પોલીસને ધ્યાને આવતા આવા જુગારીયા તત્વો સામે સમગ્ર દાહોદ જિલ્લાની પોલિસને એલર્ટ મોડ પર મૂકી દેવાતા આજરોજ લીમખેડા પોલીસે લીમખેડા તાલુકામાં બે સ્થળો પર ધમધમતા જુગારધામોંને શોધી કાઢી આવા જુગારધામ પર ત્રાટકી 15 જેટલાં જુગારીયાઓને ઝડપી પાડ્યા છે. જેમાં 2.50 લાખ કરતા વધુની રકમનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. તો જુગારીયાઓ સામે જુગારધારા અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લીમખેડા પોલીસ મથકના પીઆઇ યુવી ત્રિવેદીના આગેવાનીમાં પોલીસ કર્મીઓ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે સમયે લીમખેડા ગામે હડપ નદીના પુલ પાસે ડિવાઇન હોટલની પાછળના ભાગે કેટલાક જુગારીયાઓ ખુલ્લામાં જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસ જવાનોએ બાતમીના આધારે દરોડો પાડતા જુગારીયાઓમાં નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા પરંતુ પોલીસે ઘેરોઘાલી (1) ફેઝાન હાજી એહમદ કુરેશી રહે. શાસ્ત્રીચોક લીમખેડા (2)સઈદ ફારૂક કુરેશી રહે.શાસ્ત્રીચોક લીમખેડા (3)મંજુરેઇલાહી ઉર્ફે અતુલ ફકીર મોહમ્મદ કિશોરી (રહે.દુધિયા અમન ફળિયા )(4) ક્ષિતિજ રાજુ ભાઈ આંબલીયા( રહે. દુધિયા સતકેવલ ફળિયા )(5) સલમાન મહેમુદ અબ્દુલ સતાર પઠાણ ( રહેવાસી bsnl ઓફિસ લીમખેડા )(6) ફયાસ ટીલુ ઉર્ફે ફરીદ કુરેશીને ઝડપી તેઓની પાસે દાવ પરના 20,200 તેમજ અંગ જડતી દરમિયાન મળેલા 39,500 મળી 59,700 ની રોકડ રકમ, 1.17 લાખ રૂપિયાના 6 મોબાઈલફોન મળી 2.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુગારનો બીજો બનાવ લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે બનવા પામ્યો હતો.જેમાં બસ સ્ટેશનની બાજુમાં જુગાર ધામ ચાલતો હોવાની બાતમી લીમખેડા પોલીસને મળતા લીમખેડા પોલીસના જવાનોએ બાતમીવાળી જગ્યા પર ધમધમતા જુગાર ધામ પર દરોડો પાડી (1) રમેશભાઈ મનસુખભાઈ પરમાર ( વલુંડી,મંદિર ફળિયું, લીમખેડા ), (2) પર્વતભાઈ દીપાભાઇ નીનામા ( રહેવાસી ઢઢેલા સ્ટેશન ફળિયુ )(3) રઈલા ભાઈ વેસતાભાઈ ભુરીયા રહેવાસી (ચેડીયા,ગણાવા ફળિયું)(4) પ્રવીણ અભેસિંગ બારીયા (ખીરખાઈ, નિશાળ ફળિયા,)(5) રમેશ રાયસીંગ ડાંગી ( ખીરખાઈ નિશાળ ફળિયુ.)(6) શૈલેષ સોમાભાઈ ભાભોર (મંગલ મહુડી સ્ટેશન ફળિયું )(7) રાજેશ છત્રસિંહ મુનિયા( ઢઢેલા સ્ટેશન ફળિયું )(8) પંકજ બાબુભાઈ નીનામાં ( નિનામાના ખાખરીયા બજાર ફળિયુ ) નિતેશ દિનેશ નીનામા ( રહેવાસી નીનામા ના ખાખરીયા બજાર ફળિયુ) સહિતના નવ જુગારીયાઓને ઝડપી તેઓની પાસેથી અંગઝડતી દરમિયાન 14,680 તેમજ 15,500 કિંમતના મોબાઇલ ફોન મળી 30,180 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 9 જેટલા જુગારીયાઓને જેલ હવાલે કર્યા હતા.
આમ લીમખેડા પોલીસે બે અલગ અલગ સ્થળેથી 15 જેટલા જુગારીયાઓને અઢી લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા અંતર્ગત ગુનો દાખલ કરતા શ્રાવણીયો જુગાર રમતા ખેલીઓમાં ફાફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.