
રાહુલ ગારી ગરબાડા
ગરબાડાના નવાફળિયા સરપંચ સહિત ગ્રામજનોના મામલતદાર કચેરી ખાતે ધરણા,
નાની સિંચાઈ તળાવ નું કામ તત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની માંગ…
ગરબાડા તા.5
ગરબાડા મામલતદાર કચેરી ખાતે નવા ફળિયા ગામના સરપંચ પ્રતાપભાઈ બામણીયા સહિત ગામ લોકો નાની સિંચાઈ તળાવના કુવા અને ગેટનું કામ તત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે ધરણા પર બેઠા હતા જેમાં નવાફળિયા ગામના સરપંચ પ્રતાપભાઈ બામણીયાએ જણાવ્યું હતું કે તળાવનો કુવો તથા ગેટ બનાવવા નું ટેન્ડર બે વર્ષથી મંજૂર થયેલ છે અને પાંચ મહિનાથી સ્થળ ઉપર કુવો ગેટ કાઢી નાખેલ છે જેના કારણે કેનાલ હાલ ખુલ્લી પડી છે અને કેનાલ ખુલ્લી થવાના કારણે વરસાદનું વધારાનું પાણી કેનાલમાં જવાથી ખેડૂતોના ખેતરમાં ધોવાણ થવાની શક્યતા છે તેમ જ નાળા તૂટી જવાથી પાણીના પ્રવાહના કારણે તળાવની પાળ પણ તૂટી જવાની શક્યતા છે અને કુવો તથા ગેટ કાઢી નાખવાના કારણે હાલ વરસાદનું પાણી તળવામાં સંગ્રહ થઈ શકે તેમ નથી અને ભવિષ્યમાં આવનાર દિવસોમાં ઉનાળાની સિઝનમાં વપરાશ માટે પાણીનો જથ્થો રહેશે નહીં તેમજ કોઈ ખેડૂતને સિંચાઈનો લાભ મળશે નહીં અને ઉનાળાના સમયમાં ઢોરઢાકરને પીવડાવવાના પાણીનો કઠિન પ્રશ્ન ઉપસ્થિત થશે જેથી તોડી નાખેલ ગેટ અથવા કુવાનું કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી અને લાગણી લઈને ગરબાડા મામલતદાર કચેરી ખાતે સરપંચ સહિત ગામલોકો ધરણામાં બેઠા હતા
……