
રાહુલ ગારી ગરબાડા
ગરબાડાનાં ઝરીબુઝર્ગ ગામે મરઘીને મારી તેના ૮ ઈંડા ગળેલા ઝેરી કોબ્રા સાપનું ઘરમાંથી રેસ્ક્યુ કરાયું
ગરબાડા તા. 31
ગરબાડાનાં તાલુકાના ઝરીબુઝર્ગ ગામ ના બસ સ્ટેન્ડ વિસ્તાર રહેતા વિજયભાઈ ભુરીયા નાં રહેણાંક મકાનમાં ઝેરી કોબ્રા સાપ જોવા મળ્યો હતો ઘરમાં સાપ જોવાતા ઘરના લોકો ડરી ગયા હતા અને સાપને આ સાપ ને પકડવા માટે ઓલ એનિમલ રેસક્યું ટીમને જાણ કરવામાં આવી હતી ઓલ એનિમલ રેસક્યુ ટીમ દ્વારા ઘરના અંદરથી ઝેરી કોબરા સાપ નો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ઝેરી કોબ્રા સાપ દ્વારા ઘરમાં રહેલા એક મરઘીને ડંખ મારતા મરઘી નું મોત નીપજ્યું હતું અને તેની બાજુમાં રહેલા મરઘીના ૮ જેટલા ઈંડા સાપ ગળી ગયો હતો જેમાં સાપ ને ઘરમાંથી રેસ્ક્યું કર્યા બાદ સાથે ગળી ગયેલા ઈંડા બહાર કાઢ્યા હતા અને ઓલ એનિમલ દ્વારા સાપને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.