કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

Editor Dahod Live
2 Min Read

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાઈ તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં લેવા માટે વિશેષ સૂચના આપતા કલેક્ટરશ્રી

દાહોદ, : જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને એક બીજાના સંકલનમાં રહીને પ્રજાકીય પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવી જનસુવિધા અને વિકાસના કાર્યોને તીવ્રતાથી આગળ ધપાવવા જણાવ્યું હતું. 

બેઠકના પ્રથમ ભાગનો પ્રારંભ જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નોથી કરવામાં આવ્યો હતો. બેઠકમાં ધારાસભ્ય શ્રી મહેશ ભૂરિયા ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં જનપ્રતિનિધિશ્રિઓના પ્રશ્નોનો કલેક્ટરશ્રીએ સકારાત્મક નિરાકરણ આપ્યું હતું અને સબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. 

કલેક્ટર ડો. ગોસાવી જણાવ્યું હતું કે વિવિધ ગામોમાં થઇ રહેલી કામગીરીની આકસ્મિક મુલાકાત લઇને ચકાસણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સંકલન બેઠકના બીજા ભાગમાં લોકફરીયાદ તરીકે આવેલા અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું. તેમજ સીએમ ડેસ્ક બોર્ડની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીશ્રીઓને યોજનાઓને ઝડપથી પૂર્ણ કરી લોકો સુધી વિકાસના ફળ પહોંચતા કરવા જણાવ્યું હતું. બેઠકમાં વિવિધ વિભાગોના એક બીજા સાથેના સંકલનના પ્રશ્નોનું નિવારણ કરાયું હતું. 

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટ દાર શ્રી સ્મિત લોઢા,નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, ડીઆરડીએ નિયામક શ્રી બી.એમ.પટેલ,એ.એસ.પી શ્રી જગદીશ બાંગરવા,સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

૦૦૦

Share This Article