દાહોદના રેલવે રોલીગ સ્ટોક કારખાનામાં રેલવે કર્મી પર કપિરાજનો હુમલો..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે દાહોદ 

દાહોદના રેલવે રોલીગ સ્ટોક કારખાનામાં રેલવે કર્મી પર કપિરાજનો હુમલો..

કપિરાજના હુમલામાં ઇજાગ્રસ્ત રેલકર્મીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો…

દાહોદ તા. 13

દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા રોલિંગ કારખાનામાં તોફાની કપીરાજે કામ કરી રહેલા રેલવે કર્મચારી ઉપર હુમલો કરતા રેલ ગરમી ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ આ ઇજાગ્રસ્ત રેલ કર્મીને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

 

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના પરેલ સાત રસ્તા વિસ્તારમાં આવેલા રેલવે રોલીંગ સ્ટોક વર્કશોપમાં મિલ રાઈટ કર્મચારી ફિટર રામબરન લુહાર આજ રોજ તેની ખાતાની મશીન નંબર D- 123 પર નું કામ કરી રહ્યો હતો તે સમયે પાછળથી ઓચિંતા આવેલા તોફાની કપીરાજે પાછળથી રેલ કરમી ઉપર હુમલો કરી તેના પગ ઉપર બચકા ભરતા આ રેલકર્મી રામબરન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તે સમયે આસપાસના રેલ કર્મીઓ દોડી આવતા આ કપિરાજ ભાગી ચૂક્યો હતો. ત્યારબાદ રેલ કર્મીઓએ લોહી લુહાણ અવસ્થામાં રામબરનને એમ્બ્યુલન્સ મારફતે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખની છે કે આ ઉપરાંત પરેલ વિસ્તારમાં રખડતા કૂતરાઓનું આતંક પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જવા પામ્યો છે. પરેલ વિસ્તારમાં સમૂહમાં રખડતા કૂતરાઓ જાહેર રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકો તેમજ રાહદારીઓની પાછળ દોડે છે જેના પગલે કેટલીય વખત વાહન ચાલકો પણ ઈજાગ્રસ્ત થવા પામ્યા છે.તો આ વિસ્તારમાં રખડતા કૂતરાઓના બચકા ભરવાના બનાવો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવા પામ્યા છે. આ મામલે સંબંધીત વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉઠવા પામી છે.

Share This Article