દાહોદ જિલ્લા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કોરોના મહામારીમાં જરૂરિયાતમંદોને ૫૫૦ જેટલી કીટનું વિતરણ કરાયું

Editor Dahod Live
1 Min Read

અભેસિંગ રાવળ @ લીમખેડા 

લીમખેડા તા.13

દાહોદ જિલ્લા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કોરોના મહામારીમાં જરૂરિયાતમંદોને ૫૫૦ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું.જેનું ઉદઘાટન ચોપાટ પાલ્લી તાલુકો લીમખેડાની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું જેમાં ચોપાટ પાલ્લી ગામમાં ૨૫ કીટનું વિતરણ લીમખેડા પ્રાંત અધિકારીશ્રી ડી.કે.હડિયેલ સાહેબશ્રી, દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.પટેલ સાહેબ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષશ્રી બળવંતસિંહ ડાંગર, મંત્રીશ્રી નિતેશભાઈ પટેલ, સંગઠન મંત્રીશ્રી અર્જુનભાઇ પ્રજાપતિ, રાજ્ય કારોબારીશ્રી દેશીંગભાઈ તડવી, લીમખેડા શૈક્ષિક મહાસંગના અધ્યક્ષશ્રી રાકેશભાઈ બારીયા, મંત્રીશ્રી શનુભાઈ ભાભોર તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સેવા પ્રમુખ શ્રી બળવંતસિંહ રાવત તથા જિલ્લા સેવા પ્રમુખ માનહરભાઈ પટેલ હાજર રહ્યા. આ ઉપરાંત જીલાના ૯ તાલુકાઓના ૧૦૦ ગામમાં વિતરણ કરવામાં આવ્યું.

Share This Article