
રાહુલ ગારી ગરબાડા
છેલ્લા સતર વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને જેસાવાડા પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો
સતર વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં પોલીસ ને મળી સફળતા
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તેમજ જેસાવાડા સર્વેલન્સ સ્કવોડ માણસો ઉમેશભાઈ રમિઝખાન તેમજ રાહુલ પરમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે અમદાવાદ શહેર વટવા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસતો ફરતો આરોપી વજેસિંહ સુરતાન કટારા ગામ વડવા નો જેસાવાડા બજારમાં આવનાર છે જે બાપની ના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ધાનપુર રોડ પરથી પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી જેલ સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી