ગરબાડા તેજાજી મદિર ભાભોર ફળિયા પાસેથી એક રાત્રિમાં બે મોટરસાયકલની અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરાઇ

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા

ગરબાડા તેજાજી મદિર ભાભોર ફળિયા પાસેથી એક રાત્રિમાં બે મોટરસાયકલની અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરાઇ

એક જ ફળિયા માંથી બે બાઈકો ચોરાતા બંને બાઈકના માલિકો દ્વારા પોલીસ ફરિયાદ 

ગરબાડા તા. 26

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડાના તેજાજી મંદિર ભાભોર ફળિયા પાસે રહેતા વજસિંહ ભીખાભાઈ આંબલીયા (આહીર) ની ટુ વ્હીલ મોટરસાયકલ એફ.ઝેડ રજીસ્ટર નબર જી.જે ૬ એલ.પી ૩૧૧૬ ની ₹35,000 તથા નીચે મકાનમાં રહેતા નયનભાઈ ની હોન્ડા ફેશન પ્રો ટુ વ્હીલ બાઈક જેનો રજીસ્ટ્રેશન નંબર જી.જે 20 એમ 5582 કિંમત ₹15,000 બંને ઇસમો ની બાઇકો ઘરની બહાર રાત્રી સમયે પાર્ક કરીને ઊંઘી ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમો દ્વારા બંને ગાડીના લોક તોડી અથવા ડુબલીકેટ ચાવી થી બંને ગાડી રાત્રે દરમિયાન ચોરી કરી લઈ જતા બંને બાઈક નાં માલિકો દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Share This Article