
રાહુલ ગારી ગરબાડા
જેસાવાડા પોલીસે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો
ઘરફોડ ચોરીના ત્રણ ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસ પકડતી દૂર હતો
જેસાવાડા : 25
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તેમજ જેસાવાડા સર્વેન્સ સ્કોડ ના માણસો રમીઝખાન નારૂદ્દીનખાન, રાહુલકુમાર નવલસિંહ અને મનોજકુમાર જશવંતસિંહ નાસતા પડતા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને મળેલી બાતમીના આધારે બોટાદ જિલ્લાના બોટાદ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી પંકજભાઈ મથુરભાઈ માવી વડવા માંળીફળિયા તેના ઘરે હોવાની બાકીના આધારે પોલીસે રેડ પાડી આરોપીને ઝડપી પાડી પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી..