સિંગવડથી સંજેલી તેમજ આસપાસના આંતરીયાળ વિસ્તારો માટે બસની સુવિધા નો અભાવ : મુસાફરોને ભારે હાલાકી 

Editor Dahod Live
3 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ             

સિંગવડથી સંજેલી તેમજ આસપાસના આંતરીયાળ વિસ્તારો માટે બસની સુવિધા નો અભાવ : મુસાફરોને ભારે હાલાકી 

સિંગવડ તાલુકાના કાળિયારાય તારમી નાની સંજેલી મેથાણ સરજુમી વગેરે ગામોથી આવવા માટે એક પણ બસની સુવિધા નહીં હોવાથી અરજદારોને તથા મુસાફરોને તકલીફ ઉઠાવવાનો વારો આવ્યો છે.                          

સિંગવડ તાલુકો બન્યો ને 5 થી 6 વર્ષ જેવા થવા આવ્યા તાલુકા તથા પોલીસ સ્ટેશનના કામ માટે કાળિયારાય નાની સંજેલી તારમી મેથાણ સરજુમી વગેરે ગામોમાંથી તાલુકાના કામ અર્થે આવતા અરજદારોને બસની સુવિધાઓ નહીં હોવાના લીધે તેમને પ્રાઇવેટ ગાડીઓનો સહારો લેવો પડતો હોય છે જ્યારે આ ગામડાઓમાંથી આવતા અરજદારો અને મુસાફરોને બસોની સુવિધા મળી રહે તો તાલુકા તથા પોલીસ સ્ટેશનના કામ માટે આવવામાં સરળતા મળી રહે અને તેમને જવામાં પણ સરળતા મળી રહે જ્યારે બસોની સુવિધા નહીં હોવાના લીધે તેમને પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરીને આવું જવું પડતું હોય છે જો સરકારી બસો નો લાભ મળી રહે તો તેમને સરળતા રહે પરંતુ આ ગામડાની જે જૂની બસો ચાલતી હતી તે પણ બંધ થઈ જતા મુસાફરો ને સવારથી સાંજે ઘરે જવાનો વારો આવતો હોય છે જો કાળીયારાઈ મુણાવાણી થી આવવા માટે કોઈપણ બસ નહીં હોવાના લીધે આવતા જતા મુસાફરોને બે થી ત્રણ કલાક બેસી રહેવાનો વારો આવે છે જ્યારે તારમી છાપરી નાની સંજેલી ભૂતખેડી હાંડી અગારા સુરપુર મંડેર વગેરે ગામોના એક પણ બસની સુવિધા નહીં હોવાના લીધે મુસાફરો લીધે પ્રાઇવેટ વાહનો જાય ત્યારે તે ઘરે જઈ શકતા હોય છે જ્યારે મેથાણ જે સિંગવડ તાલુકાનું મોટું ગામ હોવા છતાં મેથાણ ગામ બસ થી વંચિત હોવાના લીધે તે ગામના મુસાફરોને તેમના કામ અર્થે સિંગવડ તાલુકામાં આવું હોય તો ચાર થી પાંચ કિલોમીટર ચાલીને બસમાં કે પ્રાઇવેટ વાહનમાં બેસવા માટે આવું પડતું હોય છે જ્યાર મેથાણ ગામમાં પહેલા બસ ચાલતી હતી તે બસ બંધ થઈ જતા તે બસને આજ દિન સુધી ચાલુ કરવામાં નહીં આવતા મેથાણ ગામના મુસાફરો ને અટકાવવાનો વારો આવતો હોય છે જ્યારે સરજુમી કટારાનીપાલ્લી ની જાળીયાપાડાના ગામડા માં પ્રાઇવેટ વાહનો પણ ઓછા હોવાના લીધે આ ગામોને તો સિંગવડ આવવા માટે પોતાના વાહનો હોય તો તે લઈને આવી શકતા હોય માટે આ બસોની સુવિધા મળી રહે તે માટે લાગતા વળગતા અધિકારીઓ અને નેતાઓ દ્વારા બસો ચાલુ કરવામાં આવે તેવી મુસાફરોની માંગ છે

Share This Article