
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાનાં નવાફલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કાર્યક્રમ યોજાયો..
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા રક્તદાન કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ઉપસ્થિત રહ્યા
ગરબાડા તા.22
સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર આર.કે મહેતાએ ૧૪ મી વાર રક્તદાન તથા રીટાબેન શર્માએ મહિલા તરીકે રક્તદાન કરી રક્તદાન એ મહાદાનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ગરબાડા તાલુકાના નવાફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે રક્તદાન શિબિર કાર્યક્રમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ તાલુકા હેલ્થ ઓફિસના સંયુક્તિ કરવામાં આવ્યું તું આ કાર્યક્રમનું ઉદઘાટન ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તેમજ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ અર્જુન ગણાવા યુવા પ્રમુખ રવિભાઈ દેવધા હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા હેલ્થ ઓફિસર એ.આર ડાભી ડોક્ટર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર આર.કે મહેતા તેમજ રીટાબેન શર્માની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીએ મોટા પ્રમાણમાં રક્તદાન કર્યું હતું જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર આર.કે મહેતા દ્વારા 14 મી વાર રક્તદાન કરીને રક્તદાન એ મહાદાન ની પ્રેરણા આપી હતી સાથે સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ.આર ડાભી સાહેબ એમ.પી.એચ.ડબલ્યુ સામે સામૂહિક આરોગ્ય કેન્દ્રનાં કર્મચારીઓ તેમજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના અને સમાજસેવકો દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૫૦ યુનિટ બ્લડ એકત્રિત થયું હતું.