
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરાના કરોડિયા પૂર્વ ગામે પેટ્રોલ પંપ નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું.
ફતેપુરા તા.22
ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે બલૈયા રોડ ઉપર આવેલ એસ્સાર પેટ્રોલ પંપ ની આગળ અને ભારત પેટ્રોલ પંપની સામે પાણીની પાઇપલાઇન માં ભંગાણ સર્જાવા પામ્યું છે જેના પગલે પાણીનો ભરપુર વેડફાટ થઈ રહ્યો છે.પાઇપ લાઇનમાં સર્જાયેલા ના ભંગાણ ના કારણે રસ્તાની બાજુની ગટરો ઉભરાઈ જવા પામી છે તેમજ રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.
હાલ આ રસ્તા ઉપર કેબોલો નાખવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે ખોદકામ કરવાના કારણે જેસીબી વડે પાઇપલાઇન માં ભંગાણ સર્જાયું હોવાનું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે જેતે જવાબદાર કોન્ટ્રાક્ટર કે તંત્ર દ્વારા આ પાઇપલાઇન નું ભંગાણ તાત્કાલિક રીપેર કરીને પાણીનો બગાડ થતો અટકાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.