ઝરી બુઝર્ગ પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે શાળામાં પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ યોજાયો 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ઝરી બુઝર્ગ પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે શાળામાં પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ યોજાયો 

ગરબાડા તા. ૧૩

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન અર્જુનભાઈ ગણાવાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને શાળાના બાળકોને દફતર તેમજ શાળામાં પ્રથમ ક્રમાંકે આવેલા બાળકોને પ્રમાણપત્ર આપી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સભ્ય કમલેશભાઈ માવી તાલુકા સભ્ય ગામના સરપંચ સહિત શાળાના શિક્ષકો તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા સભ્ય દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને શાળા પરિવાર તરફથી આમંત્રણ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો

Share This Article