
ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા સાત મહિનાથી નાસતા ફરતા આરોપી ખજુરિયાથી ઝડપાયો
ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી છેલ્લા સાત મહિનાથી પોલીસને હાથ તાળી આપી નાસતો ફરતો હતો
જેસાવાડા તા. ૯
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તેમજ પોલીસ સર્વેલન્સ સ્કવોડ માણસો ચિરાગભાઈ સિરાજભાઈ ઉમેશભાઈ રાહુલભાઇ અને રમીઝભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ને મળેલી બાતમીના આધારે ઓલપાડ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય ના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો આરોપી કમલેશભાઈ દીપુભાઈ ભાભોર રહે ખજુરીયા તે પોતાના ઘરે હોવાની બાકીના આધારે પોલીસે આરોપીના ઘરે જઈ રેડ પાડી આરોપીને પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આમ જેસાવાડા પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી.