વસાવે રાજેશ દાહોદ
*જિલ્લા અદાલત દાહોદ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન : રૂ. 5,19,03,293/-નો એવોર્ડ કરવામાં આવ્યો*
૦૦૦
નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ હેથળ અત્રેના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ દ્વારા ચેરમેન અને પ્રિન્સિપાલ ડીસ્ટ્રિકટ જજ કમલ એમ. સોજીત્રા સાહેબના અધ્યક્ષ સ્થાને આજરોજ 13/5/2023 નાં રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોક અદાલતમાં પ્રિલિટીગેશનમાં અને જિલ્લાની તમામ અદાલતોમાં બેંક રિકવરી કેસ, મોટર અકસ્માતના કેસ, 138 નાં કેસ વિગેરેના કુલ 15,464 કેસો મૂકવામાં આવ્યા હતા. જેમાં કુલ 3,005 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ રૂ. 5,19,03,293 નો એવોર્ડ કરવામાં આવ્યો હતો. આમ નેશનલ લોક અદાલતમાં “કોઈ નો જય નહિ અને કોઈનો પરાજય નહિ” તે બાબતે સફળતા પૂર્વક નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
૦૦૦
