કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાના મલેકપુર ગામે નલ સે જલ યોજના મોટાભાગના ફળિયામાં પાણી નહીં મળતાની બુમો.
સિંગવડ તાલુકાના મલેકપુર ગામમાં નળ સે જલ યોજના ચાલુ કરવામાં આવી પરંતુ આ નળ સે જળ યોજના ખાલી શોભાના ગાઠીયા સમાન સાબિત થઈ હોય તેમ છે મલેકપુર ગામના રાવત ફળિયા ભુરીયા ફળિયા કટારા નિશાળ ફળિયા ભાભોર ફળિયા વગેરે ફળિયામાં આ નળ સે જળ યોજના ના કનેક્શન માં પાણી નહીં આવતા લોકોને ગુમો ઉઠવા પામી છે જ્યારે બામણીયા ફળિયામાં નળ સે જલ ની લાઇન જ ફીટ કરવામાં નથી આવી જ્યારે ઘણા ફળિયામાં તો હજુ નલ સે જલ યોજના ના પાણીનું ટેસ્ટિંગ જ કરવામાં આવ્યુ નથી જ્યારે સરકાર આ નલ સેજલ યોજના માટે કરોડ રૂપિયા ખર્ચીને લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા માટે કરી રહી છે ત્યારે આ ગામડામાં હજુ લોકોના ઘર સુધી નળશે જળના કનેક્શન પહોંચ્યા નથી અને પહોંચ્યા છે તો તેમાં પાણી આવતું નથી તો પછી આ સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરીને પાણી આપવાનું ખાલી કાગળ પર બની રહે તેમ લોકોમાં ચર્ચા બની રહી છે જ્યારે આ નલ સે જલના પાણી ની ખાસ ભર ઉનાળે જરૂર હોય તો આ નળશે જળમાં પાણી આવ્યું નથી જ્યારે આ નળશે જળ ના પાણી શું ચોમાસા કે શિયાળામાં આવશે તેમ લોકો માં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આ નળશે જળ ના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ફટાફટ કામ પૂર્ણ કરીને નળમાં પાણી આવે તો આ ભર ઉનાળે લોકોને આ પાણી ઉપયોગી બને તેમ છે જ્યારે લોકો આ નળશે જલ ના કનેક્શનમાં પાણી આવે તેની રાહ દેખીને બેસી રહ્યા છે .