દાહોદમાં તમે મંદિરે કેમ દર્શન કરવા આવ્યો છે તેમ કહી ચાર ઈસમોએ દંપતીને ગડદાપાટુનો માર માર્યો.

Editor Dahod Live
2 Min Read

દાહોદમાં તમે મંદિરે કેમ દર્શન કરવા આવ્યો છે તેમ કહી ચાર ઈસમોએ દંપતીને ગડદાપાટુનો માર માર્યો.

દાહોદ તા.27

દાહોદ શહેરના ગોધરા રોડ સાંસીવાડ ખાતે રહેતા ચીમનભાઈ હટેસિંગ મેવાસી જેઓ તારીખ 25.4.2023 ના રોજ સવારના સાડા સાત વાગ્યાના સુમારે તેમના ઘરની બાજુમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.તે વખતે તેમના ઘરની પાછળની ચાલીમાં રહેતા વિજયભાઈ રમણભાઈ સાંસી,ડાહ્યાભાઈ રમણભાઈ સાંસી,આનંદભાઈ વિજયભાઈ સાંસી તેમજ અમનભાઈ વિજયભાઈ સાંસી તેઓ પણ મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને તે વખતે ડાહ્યાભાઈ સાંસીએ ચીમનભાઈ મેવાસીને કહ્યું હતું કે અમારા મંદિરમાં કેમ દર્શન કરવા આવ્યા છો જેથી તેમને કહ્યું હતું કે આ મંદિર તમારી માલિકીનું નથી મારી પોતાની જમીન ઉપર બનાવેલું હોય જેથી મારી માલિકીનું છે અને હું દર્શન કરવા આવ્યો છું તેમ કહેતા વિજયભાઈ સાંસી ડાહ્યાભાઈ સાંસી આનંદભાઈ સાંસી અને અમનભાઈ સાંસી આ ચારેય લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમના હાથમાં લાકડીઓ લઈને આવ્યા હતા અને ચીમનભાઈ મેવાસીને મારવા લાગ્યા હતા તે સમયે તેમને છોડાવવા માટે તેમની પત્ની શારદાબેન તેમજ તેમની દીકરી પ્રીતિબેન અને જયશ્રીબેન વચ્ચે છોડાવવા આવતા ચીમનભાઈ મેવાસી અને તેમની પત્ની શારદાબેનને ઉપરોક્ત ચારેય લોકોએ ભેગા મળી ગદડાપાટુનો માર માર્યો હતો અને આજુબાજુ માંથી માણસો ભેગા થતા આ ચારેય લોકોએ જણાવ્યું હતું કે બીજીવાર મંદિર આવ્યા તો જાનથી મારી નાખીશું તેમ કહી તેમને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જતા રહ્યા હતા તે સમયે ઇજાગ્રસ્ત ચીમનભાઈ મેવાસી અને શારદાબેન મેવાસીને દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અને તે બાદ તારીખ 26 એપ્રિલના રોજ ચીમનભાઈ મેવાસીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત બનાવ સંદર્ભે ચારેય ઈસમો વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

Share This Article